ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧ જુન ૨૦૨૧
મંગળવાર
મલાઈકા અરોરા ઇન્ડસ્ટ્રીમાં એક એક્ટ્રેસ અને મોડલ છે જે બોલ્ડ અવતાર અને ગ્લેમરસ લુકના લીધે ચર્ચામાં રહે છે. મલાઇકા અરોરા ઘણીવાર બોલ્ડ સ્ટાઇલથી વર્ચસ્વ ધરાવે છે. દર વખતે મલાઈકા અરોરા પોતાના ડ્રેસિંગ સેન્સથી ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. મલાઇકાને ઇન્ડસ્ટ્રીમાં ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે.

મલાઈકા અરોરાએ તેની કેટલીક ખૂબ જ સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરી છે.જેમાં તે અર્પિતા મહેતાના ડિઝાઈનર ડ્રેસમાં જોવા મળી રહી છે. મલાઈકાના ડ્રેસમાં અનેક પ્રકારની ડિઝાઇન નજર આવી રહી છે.. મલાઈકાએ મિરર વર્કવાળો બ્લાઉઝ અને ડાર્ક બ્લુ તેમજ લાઈટ બ્લુ સ્લિટ લૉંગ સ્કર્ટ પહેર્યુ છે.

મલાઇકા અરોરા તેના બોલ્ડ લૂકની સાથે-સાથે બી-ટાઉનમાં તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. મલાઇકા અરોરા ઘણીવાર ઇન્ટરનેટ પર પોતાનો ફિટનેસ લૂક શેર કરતી રહે છે. સાથે જ મલાઇકા યોગ વિડીયો અને બ્યુટી ટીપ્સ પણ શેર કરતી રહે છે.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર મલાઇકા અરોરા હાલમાં પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. લાંબા સમયથી મલાઇકા સિલ્વર સ્ક્રિનથી ગાયબ છે પણ આમ છતાં સોશિયલ મીડિયામાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે.