સવારે 7થી બપોર સુધી દુકાનો ખુલ્લી રાખવાને કારણે આ સમસ્યા પેદા થશે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

મંગળવાર

વેપારીઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેઓ દુકાનમાં શી રીતે પહોંચશે. મુંબઈ શહેરમાં અત્યારે રાત્રે 8.00થી 06:00 સુધી કર્ફ્યુ લાગુ છે. આ પરિસ્થિતિમાં સવારે સાત વાગે દુકાને પહોંચવા માટે કોઈ પણ વ્યક્તિએ 6:00 વાગ્યા પહેલાં ઘરેથી બહાર નીકળવું પડે. આ એક મોટી સમસ્યા છે, કારણ કે આવું કરવાથી કર્ફ્યુનો ભંગ થાય છે અને એ માટે પોલીસ પ્રશાસન કોઈ પણ વ્યક્તિને 2,000 રૂપિયાનો દંડ કરી શકે છે. આથી સવારે સાત વાગ્યે ખૂલતી દુકાન પર 9:00 પહેલાં કર્મચારીઓ નહીં પહોંચી શકે.

તો હવે કોરોનાની સારવાર માટે મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન; જાણો વિગત

તેમ જ ગ્રાહકો પણ સવારે ૧૦ કે ૧૧ વાગ્યા પહેલાં દુકાને પહોંચતા નથી. આ પરિસ્થિતિમાં જે સમયગાળો આપ્યો છે એને કારણે વેપારીઓને મોટી સમસ્યા થશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More