ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ મે ૨૦૨૧
શનિવાર
કૅનેડિયન ઍક્ટ્રેસ અને પ્રોડ્યુસર એલન પેજ આજકાલ ખૂબ ચર્ચામાં છે, કારણ કે ઑસ્કાર નોમિનેટેડ ઍક્ટ્રેસે પોતાની સેક્સ ચૅન્જને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે કબૂલ્યું હતું કે તે પોતે ટ્રાન્સજેન્ડર છે. થોડા દિવસ અગાઉ તે સર્જરી કરાવીને સ્ત્રીમાંથી પુરુષ બની ગઈ હતી. હાલમાં તેણે પોતોના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટથી સિક્સપૅક ઍબ્સવાળી પોતાની નવી તસવીરો શૅર કરી છે. લોકો આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે.

‘ઇન્સેપ્શન’ જેવી હૉલિવુડની સુપરહિટ ફિલ્મોની અભિનેત્રી એલન પેજે દુનિયાને ચોંકાવી દીધી છે. એલન પેજ હવે સર્જરી કરાવીને ઈલિયોત પેજ બની ગયો છે. મીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં એલટે જણાવ્યું હતું કે મારુ બાળપણ સામાન્ય હતું, પરંતુ કિશોરવયના તબક્કા દરમિયાન, મેં મારા શરીરમાં બદલાવ જોવાનું શરૂ કર્યું, જેનાથી હું ખૂબ અસ્વસ્થ થઈ ગયો. હું એ સમયે એક ટૉમબૉયની જેમ જીવતો હતો, પરંતુ મારી કારકિર્દી હૉલિવુડમાં ધમધમતી હોવાથી, હું પોતાની અંગત જિંદગીમાં વધુ ને વધુ અસ્વસ્થ થતો ગયો.

એલટે વધુમાં કહ્યું કે ફિલ્મના પ્રમોશન દરમિયાન હું મહિલાઓના ડ્રેસમાં મારા ફોટો જોઈને ખૂબ જ વિચલિત થતો હતો. આને કારણે મને પૅનિક ઍટેક પણ આવા લાગ્યા હતા અને આફ્ટર પાર્ટી દરમિયાન હું ખૂબ નર્વસ થઈ જતો હતો. જ્યારે મેં સર્જરી કરાવી, ત્યારે મને લાગ્યું કે હું ફરી એક વાર પોતાને મળી ગયો. હું નાનો હતો ત્યારે મારો માનસિક સંઘર્ષ ચાલુ હતો. આને લીધે, હું ટ્રાન્સજેન્ડર લોકોના સંઘર્ષને સમજી શક્યો.
આપને જણાવી દઈએ કે પેજે વર્ષ 2014ના કબૂલ્યું હતું કે તે એક લેસ્બિયન છે. તેના અંદાજે ચાર વર્ષ બાદ તેમણે કૅનેડાની ડાન્સર અમ્મા પૉર્ટર સાથે વર્ષ 2018માં લગ્ન કરી લીધાં હતાં. જોકે બંનેએ આ વર્ષે છૂટાછેડા માટે અરજી કરી છે.