ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ મે ૨૦૨૧
શનિવાર
ટીવી અભિનેત્રી નિયા શર્મા ઍક્ટિંગ ઉપરાંત ફૅશન સેન્સને લઈને પણ ખૂબ જાણીતી છે. પોતાની અદાઓ અને સુંદરતાથી લોકોનું દિલ જીતનારી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે અને અવારનવાર તે તેની બોલ્ડ તસવીરો શૅર કરતી રહે છે.

તાજેતરમાં નિયાએ બોલ્ડ અને ગ્લૅમરસ ફોટોશૂટ કરાવ્યું છે અને તે ફોટોશૂટની કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં નિયા શર્માનો ગ્લૅમરસ અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં અભિનેત્રીએ વ્હાઇટ કલરનો શૉર્ટ ડ્રેસ પહેર્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નિયાએ ટીવી-શો ‘કાલી-અગ્નિપરીક્ષા’ દ્વારા ડેબ્યુ કર્યું હતું,પણ નિયાને ઓળખ ‘એક હજારો મેં મેરી બહેના હૈ’ સિરિયલ દ્વારા જ મળી. ત્યાર બાદ નિયા ‘જમાઈ રાજા’, ‘નાગિન’, ‘ઈશ્ક મેં મરજાવા’ જેવી સિરિયલોમાં પણ જોવા મળી. આ ઉપરાંત તે અનેક વેબ-સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે.
