આજે બપોરે કૅબિનેટની મિટિંગ : શું lockdown સંદર્ભે નિર્ણય થશે? સર્વે કોઈની નજર અહીં… જાણો આજે કૅબિનેટમાં શું ચર્ચા થવાની છે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ મે ૨૦૨૧

ગુરુવાર

મહારાષ્ટ્ર સરકારની કૅબિનેટ મિટિંગ આજે યોજાવાની છે. આ કૅબિનેટની મિટિંગમાં વાવાઝોડા સંદર્ભે લોકોને આપવાની રાહત, lockdown સંદર્ભે શું નિર્ણય લેવો, મરાઠા આરક્ષણ બાબતે શું કરવું તેમ જ રાજ્યની તિજોરીમાં પડેલાં ગાબડાંને કઈ રીતે સાંધવા, આ તમામ વિષય સંદર્ભે ચર્ચા થવાની છે.

ખાસ કરીને લોકોની નજર lockdown ઉપર મંડાયેલી છે. ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ કૅબિનેટની મિટિંગ  પહેલાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ શરદ પવાર અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શું નક્કી થયું એ સંદર્ભે કોઈ જાણકારી બહાર આવી નથી, પરંતુ કૅબિનેટ બેઠકમાં જે નક્કી થાય એ ખરું.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More