ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ યોગગુરુ બાબા રામદેવને ૧૦૦૦ કરોડ રૂપિયાની માનહાનિના દાવાની નોટિસ મોકલી છે. નોટિસમાં માગ કરવામાં આવી છે કે બાબા રામદેવ વીડિયો રજૂ કરે અને IMAની માફી માગે અને ૧૫ દિવસની અંદર લેખિતમાં પણ માફી માગે. અન્યથા IMA બાબા રામદેવ વિરુદ્ધ રૂ. ૧૦૦૦ કરોડનો માનહાનિનો દાવો કરશે.
IMAએ એની નોટિસમાં કહ્યું છે કે બાબા રામદેવને ઍલૉપથીનો A પણ ખબર નથી. તેમણે પહેલાં તેમની યોગ્યતા સાબિત કરવી જોઈએ. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ઑફ ઉત્તરાખંડની શાખાએ બાબા રામદેવને આ નોટિસ મોકલી છે. IMAએ નોટિસમાં કહ્યું છે કે “બાબા રામદેવ તેમની દવાઓ વેચવા માટે સતત ખોટું બોલે છે. બાબા રામદેવે તેમની દવાઓનું પરીક્ષણ કર્યુ છે, પરંતુ તેમણે કઈ હૉસ્પિટલમાં દવાઓનાં પરીક્ષણ કર્યાં છે એ જણાવ્યું નથી. કારણ કે તેઓએ આમાંની કોઈ પણ ડ્રગનું પરીક્ષણ કર્યું નથી.” IMA ઉમેર્યું હતું કે જો સરકાર બાબા રામદેવ સામે મહામારી કાયદા હેઠળ કેસ દાખલ ન કરે તો અમે તેમની સામે કેસ દાખલ કરીશું.
‘યાસ’ વાવાઝોડાનું તાંડવ : ઓરિસ્સા-પશ્ચિમ બંગાળમાં ભારે તારાજી, આ રાજ્યોમાં જારી કરાયું હાઈ એલર્ટ
ઉલ્લેખનીય છે કે બાબા રામદેવ એક વીડિયોમાં ઍલૉપથીને સ્ટુપિડ કહેતાં દેખાયા હતા, ત્યાર બાદથી સમગ્ર વિવાદ શરૂ થયો હતો. આ બાબતે કેન્દ્રીય આરોગ્યપ્રધાને પણ બાબા રામદેવને કડક શબ્દોમાં પત્ર લખ્યો હતો અને ત્યાર બાદ રામદેવે આ મુદ્દે પોતાનું નિવેદન પાછું ખેચ્યું હતું.