IPS અધિકારી સુબોધકુમાર જયસ્વાલને CBIના નવા ડિરેક્ટર તરીકે નીમવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ આગામી 2 વર્ષ સુધી રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી એક હાઈ લેવલની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો.
સુબોધકુમાર જયસ્વાલ 1985 બૅચના IPS અધિકારી છે અને CISFના DG પદે હતા. આ અગાઉ તેઓ મહારાષ્ટ્રના DGP તેમ જ મુંબઈ શહેરના પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે.
હાલમાં તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના ડાયરેક્ટર જનરલ છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં 1988 બૅચના IPS અધિકારી અને CBIના ઍડિશનલ ડિરેક્ટર પ્રવીણ સિન્હા CBI ડિરેક્ટરનો હવાલો સંભાળી રહ્યા છે.
જૂન મહિનામાં આટલા દિવસ બૅન્ક બંધ રહેશે; જાણો તારીખો અહીં