ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
મહારાષ્ટ્રમાં લોકડાઉન પૂરું થવાની મુદત નજીક આવતાં જ હવે 1 જૂન બાદ શું થશે એની ચર્ચાઓ તીવ્ર બની છે. હવે આ વિશે રાજ્યના રાહત અને પુનર્વિકાસપ્રધાન વિજય વડેટ્ટીવારે એક મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે.
એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં વિજય વડેટ્ટીવારે જણાવ્યું છે કે “રાજ્યમાં પ્રતિબંધો એકસાથે નહિ, પણ ત્રણથી ચાર તબક્કમાં હળવા કરવામાં આવશે, પરંતુ રેડ ઝોનમાં રહેલા તમામ જિલ્લાઓમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહિ.” ઉપરાંત મુંબઈમાં લોકલ ટ્રેન સામાન્ય જનતા માટે શરૂ કરવી હજી જોખમકારક હોવાનો મત વડેટ્ટીવારે વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યના ૧૪ જિલ્લાઓ રેડ ઝોનમાં છે. એથી આ તમામ જિલ્લાઓમાં કોઈપણ છૂટ મળવાની શક્યતા નથી. પરિસ્થિતિ સુધર્યા બાદ એનું વિશ્લેષણ થયા બાદ જ આ વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે.
Join Our WhatsApp Community