આને શું કહેશો? કોઇમ્બતુરના મંદિરમાં કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી; મંત્રો પણ બનાવી લીધા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

શનિવાર

કોઇમ્બતુરના કામાચીપુરી મંદિરમાં કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ સ્થાપિત કરવા પાછળનો હેતુ એ છે કે કોરોના વાયરસથી લોકોનું રક્ષણ થાય. આ સંદર્ભે મંદિરના મૅનેજર અને પૂજારી આનંદ ભારતીયએ મીડિયાને જણાવ્યું હતું કે કોઇમ્બતુરમાં કોરોનાના કેસ વધવાને કારણે પૂજારીઓએ ભેગા મળીને નિર્ણય લીધો છે કે કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. હવે આ મંદિરમાં સતત પ્રાર્થના કરવામાં આવશે કે કોરોનાદેવી લોકોને રક્ષણ આપે. 'કોરોનાદેવી દયા કરો.' આ મંત્રનો જાપ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1900માં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે સ્થાનિક લોકોએ પ્લેગ મરિયમ્માના મંદિરમાં પ્રાર્થના કરી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More