ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
સાસણ ગીરમાં અનેક સિંહો અત્યારે લાપતા છે. વાવાઝોડાને લીધે નદીઓમાં પૂર આવ્યાં છે તેમ જ અનેક વિસ્તારો સંપર્કવિહોણા બન્યા છે. આવા સમયે જંગલનો રાજા સિંહ પણ અત્યારે તકલીફ મહેસૂસ કરી રહ્યો હશે. આવા સમયે સાસણ ગીરના એક સિંહ-પરિવારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક સિંહ પોતાના પરિવાર સાથે નદી ઓળંગીને આસપાસના વિસ્તારોનું અવલોકન કરી રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે તેમ જ કયા વિસ્તારનો એ વિશે હજી સુધી કોઈ ખુલાસો થઈ શક્યો નથી. જુઓ વીડિયો…
વાવાઝોડા પછી #સાસણ #ગીરના #સિંહ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર #વાયરલ થયો છે. પોતાની છટા થી એક સિંહ પરિવાર ટહેલવા નીકળ્યું છે.#CycloneTauktae #SasanGir #Lions #walk #VideoViral pic.twitter.com/BKIK4iHT1c
— news continuous (@NewsContinuous) May 20, 2021