ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર
ન્યુઝ કન્ટિન્યુઝની ટીમે સમાચાર પ્રસ્તુત કર્યા હતા કે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા વેક્સિન ખરીદવા માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એ નકામું જશે. હવે એવું જ થયું છે. મુંબઈ મહાનગરપાલિકાના રસી ટેન્ડરનો આજે છેલ્લો દિવસ છે. પ્રાપ્ત સમાચાર મુજબ અત્યાર સુધી આ ટેન્ડરને કોઈએ ભર્યું નથી. મળતી માહિતી મુજબ આવનારા દિવસોમાં પણ આ ટેન્ડર કોઈ નહીં ભરે. જોકે એવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે કે આ ટેન્ડરને વધુ સાત દિવસ માટે લંબાવવામાં આવશે.
જોકે આવું કર્યા પછી પણ આ ટેન્ડર કોઈ ભરે એવી કોઈ શક્યતા નથી. વાસ્તવિક રીતે મુંબઈ મહાનગરપાલિકા આવા ટેન્ડર ફ્લોટ કરીને લોકોના પૈસા બરબાદ કરી રહી છે. ન્યુઝ કન્ટિન્યુઝની ટીમે પહેલાં છણાવટ કરી હતી કે આ ટેન્ડર કોઈ નહીં ભરે, પરંતુ પોતાનું નાક ઊંચું રાખવા અને મહારાષ્ટ્ર શાસન તેમ જ મુંબઈ મહાનગરપાલિકા ભારત સરકાર કરતાં વધુ સક્ષમ અને શક્તિશાળી છે એ સાબિત કરવાના ઇરાદાથી જનતાના પૈસે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. આ શરમજનક કહેવાય.