ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે 2021
સોમવાર
ટીવી અભિનેત્રી સના મકબૂલ હાલમાં પૉપ્યુલર શો ‘ખતરોં કે ખિલાડી સિઝન 11’ના શૂટિંગ માટે સાઉથ આફ્રિકામાં છે. અહીંથી સના મકબૂલ તેની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં સના ખૂબ જ ગ્લૅમરસ લાગી રહી છે. વ્હાઇટ ક્રોપ ટૉપ અને મલ્ટિકલર સ્કર્ટમાં સના સુંદર પોઝ આપતી નજર આવી રહી છે. તેની આ તસવીર બીચ પર લેવામાં આવી છે, જેની પાછળ રંગબેરંગી હટ્સ જોવા મળી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે સના છેલ્લે સિરિયલ ‘વિશ' માં ડૉ.આલિયા સનિયાલની ભૂમિકામાં જોવા મળી હતી. સનાએ વર્ષ 2010માં તેના અભિનયની પહેલી સિરિયલ ‘ઈશાન : સપનોં કો આવાજ દે’થી કરી હતી. જોકે તેને ઇન્ડસ્ટ્રીમાં ફેમ સિરિયલ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’થી મળી હતી. આ સિરિયલમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ સિવાય સના તામિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.