ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે ૨૦૨૧
શનિવાર
હવામાન વિભાગે આવતી કાલથી સતત ત્રણ દિવસ કોંકણના કાંઠે ભારે પવનની આગાહી કરી છે. કેટલાંક સ્થળોએ વરસાદ સાથે પ્રતિ કલાકે 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સુરક્ષા માટે તમામ ચોપાટીઓ ઉપર ૯૩ લાઇફગાર્ડની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ઉપકરણોની સાથે છ ફાયર સ્ટેશન ઉપર પણ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે સિંધુદુર્ગ, રત્નાગિરિ, ગોવાના દરિયાકાંઠેથી ગુજરાત સુધીના વિસ્તારને વાવાઝોડાની અસર થશે. સાવચેતીનાં પગલાં તરીકે, મુંબઈના નરીમાન પૉઇન્ટ, નાના ચોક, દાદર, અંધેરી, કુર્લા, મલાડ અને બોરિવલી ખાતેના વિવિધ ઇમર્જન્સી ફાયર સ્ટેશન પર જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
અમેરિકામાં બાયડનની સરકારમાં ભારતીય મૂળનાં નીરા ટંડનને મળી આ મહત્વપૂર્ણ જવાબદારી
ઉલ્લેખનીય છે કે સાવચેતીના પગલા તરીકે જમ્બો કોવિડ સેન્ટરમાંના ગંભીર ૩૯૫ દર્દીઓને મ્યુનિસિપલ અને રાજ્ય સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવશે. શનિવાર અને રવિવારના દિવસે મુંબઈમાં રસીકરણ બંધ રહેશે. માછીમારોને પણ દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.