ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
સરસ્વતીચંદ્રમાં કુમુદ અને બેહદમાં બોલ્ડ માયા થી ઓળખ મેળવનાર જેનિફર વિંગેટ ટીવીજગતનો જાણીતો ચહેરો છે. જેનિફર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા તેની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
અભિનેત્રીએ તાજેતરમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેણે બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ તસવીરોમાં જેનિફર ખુબ જ સુંદર લાગી રહી છે.
જેનિફરના ફેન્સ એની ખુબસુરતી અને એક્ટિંગના દિવાના છે. સુંદર વાળ, નશીલી આંખ અને ક્યૂટ સ્માઈલ માટે જેનિફર ઘણી ફેમસ છે.
ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ ટીવીની સૌથી મોટી ડિમાંડિંગ અને પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. જેનિફરની સુંદરતા અને તેમના હોટનેસના દર્શકો કાયલ છે. ''શાકાલામા બૂમ બૂમ''થી કેરિયરની શરૂઆત કરનાર જેનિફર 'અકેલે હમ અકેલે તુમ', 'રાજા કી આયેગી બારાત', 'રાજા કો રાની સે પ્યાર હો ગયા', 'કુછ ના કહો' અને 'ફિર સે' જેવી બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી છે.