ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
કોરોનાવાયરસ સામે અત્યારે આખો દેશ લડી રહ્યો છે તેવા સમયે કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેમણે કહ્યું છે કે કેરળ હવે દેશને વધુ ઓક્સિજન આપી શકશે નહીં. પોતાની દલીલ પાછળ તેમણે કારણ રજૂ કર્યું છે કે કેરળ રાજ્ય પહેલેથી જ પોતાનો બફર સ્ટોક પાડોશી રાજયોને આપી દીધો છે. કેરળ પાસે ઓક્સિજન માત્ર 86 મેટ્રિક ટન બફર સ્ટોક છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે છઠ્ઠી મેના રોજ કેન્દ્રીય સમિતિની ના નિર્ણય મુજબ કેરળ પોતાના પાડોશી તમિલનાડુને 40 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરશે. ત્યારબાદ વધુ ઓક્સિજન સપ્લાય કરવો તેમની માટે શક્ય નથી.
ઉલ્લેખનીય છે કે કેરળમાં હાલ કોરોના ના ચાર લાખ સક્રિય કેસ છે. એવી શક્યતા વરસાવવામાં આવી રહી છે કે ૧૫મી સુધીમાં આ કેસની સંખ્યા વધીને ૬ લાખ થઈ જશે. ત્યારે કેરળને 450 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડશે.
આથી કેરળ નછૂટકે કેન્દ્ર સરકારને ઓક્સિજનની સપ્લાય થી ઈનકાર કરવો પડ્યો છે..