ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
બૃહદમુંબઈ મહાનગર પાલિકાએ વેક્સીન માટે હવે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે અનુસાર વેક્સીન લેવા ઈચ્છુક નાગરિકોએ પહેલા કોવીન એપ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને નજીકના વેક્સીન સેન્ટરમાં અપોઈન્ટમેન્ટ પણ બુક કરાવવી પડશે. તે બાદ જ વેક્સીન સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવશે.
અહીં ૪૫ વર્ષથી ઉપરના નાગરિકો કે જેમણે કોવેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે અને બીજો ડોઝ લેવાનો બાકી છે, તેઓ અપવાદ છે. તેવા નાગરિકોને પ્રથમ ડોઝ માટે મળેલ સર્ટીફિકેટ બતાવ્યા બાદ વેક્સીન સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવશે. હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વર્કર જેમણે વેક્સીનનો બીજો ડોઝ લેવાનો બાકી છે અને હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વર્કરને પોતાના અધિકૃત આઈડી બતાવ્યા બાદ પ્રથમ ડોઝ આપવામાં પણ અપવાદ રખાયો છે.
ઉલ્લેખનીય છે કે વેક્સીન સેન્ટર પર થતી ભીડ અને તકેદારીના પગલાં રૂપે પાલિકાએ આ નવા નિયમો બનાવ્યા છે અને આ નિયમોને તાત્કાલિક ધોરણે અમલમાં મુકાયા છે.