ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પશ્ચિમ બંગાળમાં ચુંટણી પરિણામ જાહેર થયા પછી થયેલી રાજનીતિક હિંસાની ટીકા કરી છે. સંઘના સરકાર્યવાહ દત્તાત્રય ઘોસબોલેએ એક નિવેદન આપી થયેલી રાજનીતિક હિંસા માટે ચિંતા વ્યક્ત કરી હતી. સંઘે કેન્દ્ર અને રાજ્ય સરકારને હિંસા રોકવા જરૂરી પગલાં લેવાની માંગણી કરી છે.
શુક્રવારે આપેલા નિવેદનમાં ઘોસબોલેએ જણાવ્યું હતું કે આ હિંસા માત્ર નિંદનીય જ નહિ, પરંતુ પૂર્વનિયોજિત તેવું લાગે છે. હિંસા દરમિયાન મહિલાઓ સાથે ઘૃણાસ્પદ અસહ્ય વ્યવહાર થયો, નિર્દોષ લોકોનો ક્રુરતાપૂર્વક જીવ લેવાયો, હિંસાને કારણે અનુસુચિત જન-જાતિના હજારો લોકો બેઘર થયા. નિવેદનમાં જણાવાયું છે કે સંઘ આ વીભત્સ હિંસાની કઠોર શબ્દોમાં નિંદા કરે છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં વામપંથીઓનો ગઢ રહ્યો છે. આ પરિસ્થિતિમાં સંઘની વિચારધારા સાથે જોડાયેલા અનેક લોકોની છેલ્લાં અનેક દસકોથી હત્યા થતી આવી છે.