ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
છત્તીસગઢ હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે તે વહેલામાં વહેલી તકે 18 વર્ષથી ઉપરના લોકો નું વેક્સિનેશન શરૂ કરે. છત્તીસગઢ રાજ્ય સરકારે ૧૮ થી ૪૪ વર્ષની વયના વચ્ચેના લોકોનું વેક્સિનેશન થોભાવી દીધું હતું અને તેના સ્થાને 44 વર્ષથી ઉપરના લોકો ને વેક્સિન આપવાની શરૂઆત કરી હતી.
આસારામ બાપુ ની તબિયત નાજુક થઈ: વેન્ટિલેટર પર ગયા..
છતીસગઢ રાજ્ય સરકારના આ ફેંસલાની વિરુદ્ધમાં ત્યાંની હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અરજી દાખલ કરનાર વ્યક્તિનું કહેવું હતું કે રાજ્ય સરકારનું આ પગલું યોગ્ય નથી અને અન્ય તમામ રાજ્યોમાં વેક્સિન આપવામાં આવે છે. સુનાવણી બાદ છત્તીસગઢ હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
મહારાષ્ટ્રની સરકાર પણ ૧૮ વર્ષથી ઉપરના લોકો નું વેક્સિનેશન રોકી ચૂકી છે. હવે જોવાનું એ રહે છે કે છત્તીસગઢ હાઇકોર્ટના કડક વલણ બાદ મહારાષ્ટ્ર સરકાર સુધરે છે કે તેની વિરુદ્ધમાં પણ સમાજ સેવકો દ્વારા અરજી દાખલ કરવી પડશે…