ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે મુંબઈ શહેરના કુડલા અને માનખુર્દ વિસ્તારમાંથી ૭.૧ જિલ્લો યુરેનિયમ જથ્થાને જપ્ત કર્યો છે. આ યુરેનિયમની કિંમત 21 કરોડ રૂપિયા થાય છે. જથ્થાની સાથે બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંને વ્યક્તિઓએ કેટલાક સમય પહેલા એર ઇન્ડિયાનું વિમાન ભંગારમાં ખરીદ્યું હતું. જેમાંથી તેઓને રેડિયોએક્ટિવ મટીરીયલ મળ્યું હતું. આ રેડિયો એક્ટિવ મટીરીયલ ને તેઓએ લેબોરેટરીમાં તપાસ કરાવી હતી. ત્યાર બાદ છેલ્લા ઘણા સમયથી તેઓ આ પદાર્થ વેચવાની ફિરાકમાં હતા.
ફેબ્રુઆરી મહિનામાં આ સંદર્ભે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ને માહિતી મળી હતી અને તેમણે પહેલા આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમણે બીજા આરોપીની પણ ધરપકડ કરી. આ યુરેનિયમ એક ગોદામ માં રાખવામાં આવ્યું હતું. આ પદાર્થને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેમણે એ વાતની ખરાઈ કરી હતી કે જપ્ત કરવામાં આવેલો સામાન યુરેનિયમ છે. પોલીસ આ સંદર્ભે વધુ તપાસ કરી રહી છે.