ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
સુપ્રીમ કોર્ટમાં દિલ્હીમાં ચાલી રહેલી વિકટ પરિસ્થિતિ અંગે સુનાવણી ચાલી રહી હતી. તે દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે દિલ્હીને તાત્કાલિક 700 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવે. સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારના વકીલે આક્ષેપ લીધો હતો. કેન્દ્ર સરકારના વકીલનું કહેવું હતું કે દિલ્હી મેં અત્યાર સુધી જે 490 મેટ્રિક ટન ઓક્સિજન અપાયો તે ઉત્તરાખંડ થી લાવવામાં આવ્યો હતો. આ જથ્થો પહોંચાડવાને કારણે ઉત્તરાખંડમાં ઓક્સિજનની કમી મહેસુસ થઇ હતી. હાલ દિલ્હીમાં મોટી હોસ્પીટલોમાં 478 મેટ્રિક ટન ઓક્સિજનની ભંડાર ક્ષમતા છે. જેમ ઓક્સિજન નું પ્રોડક્શન વધતું જશે તેમ ઓક્સિજન સપ્લાય કરવામાં આવશે.
વધુ એક વખત લોન મોરેટોરિયમ મેળવવા માટે આ તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે. આ છે નિયમાવલી…
આ ઉપરાંત સોલિસિટર જનરલ લગાવ્યો હતો કે અમે બીજાના હિસ્સાનો ઓક્સિજન દિલ્હીવાસીઓ ને આપી રહ્યા છે પરંતુ તે ઓક્સિજન દિલ્હીવાસીઓ સુધી પહોંચ્યો નથી તે માટે રાજ્ય સરકાર જવાબદાર છે.
આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આવી બારીક વસ્તુઓ ખબર પડતા આપણે ત્રીજી લહેર માટે તૈયાર થઇ શકશું તેમજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બાળકોની વેક્સિન સંદર્ભે કેન્દ્ર સરકારે વિચાર કરવો જોઈએ.