ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
અનેક લોકોએ બેંકમાંથી લોન લીધી છે અને હવે કોરોના ની પરિસ્થિતિ હોવાને કારણે તેઓ હપ્તા નથી ભરી શકતા. આવા લોકો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હવે સુવિધા કરી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૨ વર્ષ સુધી લોન મોરેટોરિયમ ની જાહેરાત કરી છે.
જે કોઈ વ્યક્તિ એ પહેલા મોરેટોરિયમ માં ફાયદો નથી લીધો તેઓ બીજા મોરેટોરિયમ માં ફાયદો લઈ શકશે. તેમજ પહેલી વખત મોરેટોરિયમનો લાભ લેનાર લોકો પોતાનો પિરિયડ વધારી શકશે.
ડ્રગ્સ કેસમાં જાણીતા અભિનેતા નો પુત્ર સપડાયો, અત્યારે છે જેલમાં બંધ.
જોકે આ ફાયદો તે વ્યક્તિઓ માટે ઉપલબ્ધ નથી જેઓ ડિફોલ્ટરની સૂચિમાં ગયા છે. જોકે આ સંદર્ભે બેંકને સત્તા આપવામાં આવી છે કે તેઓ ઇચ્છે તો મોરેટોરિયમ નો સમય વધારી શકે છે.
આ નવા મોરેટોરિયમ માટે અરજી કરવાની તારીખ 30 સપ્ટેમ્બર છે. અરજી કર્યાના ૯૦ દિવસની અંદર બેંકે તેને લાગુ કરવી પડશે.
ભારતમાં કોરોના ની બીજી લહેર ક્યારે શાંત પડશે? વૈજ્ઞાનિકોએ આ તારીખ જણાવી.