ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. હવે ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ મમતા બેનરજીના સમર્થકો બેફામ થઈ ગયા છે. કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી વી. મુરલીધરન પશ્ચિમ મિદનાપુર વિસ્તારમાં મુલાકાત લેવા માટે પહોંચ્યા ત્યારે ૫૦ લોકોના ટોળાએ તેમની ગાડી પર હુમલો કરી દીધો હતો. તેમણે મંત્રી મહોદય ની ગાડી તોડી નાખી હતી. આ સંપૂર્ણ ઘટના સમયે પોલીસ વિભાગ પણ કશું કરી શકી નહોતી.
સારા સમાચાર : આ કંપનીએ નાના બાળકો માટે કોરોના ની વેક્સિન બનાવી લીધી.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સમયે હિંસા થઈ અને હવે ચૂંટણી પતી ગયા બાદ મોટાપાયે હિંસા થઈ રહી છે જેમાં ૧૫ થી વધુ લોકોની હત્યા થઈ ચૂકી છે.
24 કલાક પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ તેમના કબજામાં નથી કારણ કે તેઓ મુખ્યમંત્રી નથી. જોકે અત્યારે મમતા બેનર્જી મુખ્યમંત્રી છે. બીજી તરફ હિંસક બનાવો સતત બની રહ્યા છે.