ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે ૨૦૨૧
બુધવાર
પોતાની શાનદાર ડ્રેસિંગ સેંસ માટે જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તે અવારનવાર તેના અલગ અલગ અવતારમાં ફોટોઝ અને વિડિયોઝ શેર કરતી રહે છે.
હાલ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટોશૂટ માટે છવાયેલી છે. શ્રદ્ધા કપૂરનુ આ ફોટોશૂટ તેનુ અત્યાર સુધીનુ બોલ્ડ ફોટોશૂટ છે. અભિનેત્રીએ હાલમાં જ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યુ છે. તેનો આ લુક ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
અભિનેત્રીના લુકની વાત કરીએ તો અભિનેત્રીએ બ્લેક હાઈ થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. શ્રદ્ધા કપૂરનો આ લુક અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક છે. બ્લેક વેલવેટ આઉટફિટ સાથે શિમરી પેન્સિલ હિલ અને મેચિંગ ઈયરિંગ પહેર્યા છે.
વર્કફ્રંટની વાત કરીએ તો અભિનેત્રી શ્રદ્ધા કપૂર રોમેન્ટિક-કોમેડી 'ચાલબાઝ ઈન લંડન'માં જોવા મળશે. આ ફિલ્મ ભૂષણ કુમાર અને ક્રિશન કુમારના ટી-સીરીઝ બેનરની છે. 'ચાલબાઝ ઈન લંડન' એ શ્રીદેવીની 1989માં આવેલી ડબલ રોલ ફિલ્મ ચાલબાઝની રિમેક છે કે નહિં તે હજુ અસ્પષ્ટ છે.