ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
મહારાષ્ટ્રમાં વેક્સિનની અછતને કારણે મુંબઈ શહેરમાં ત્રણ દિવસ માટે વેક્સિન કાર્યક્રમ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ૧લી મેના દિવસથી અઢાર વર્ષ થી વધુ ની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. પરંતુ હાલ મહારાષ્ટ્ર રાજ્ય પાસે વેક્સિન નો પૂરતો જથ્થો નથી. આ પરિસ્થિતિમાં હવે રાજ્ય સરકારે સંકેત આપ્યા છે કે 35 વર્ષથી પિસ્તાલીસ વર્ષની વય જૂથના લોકો ને પહેલા વેક્સિન આપવામાં આવશે. જો કે આ સંદર્ભે અત્યાર સુધી સત્તાવાર રીતે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ છે.
સુપ્રીમ કોર્ટે તમામ સરકારોને તતડાવી, ખબરદાર છે જો કોઈ ફરિયાદી સામે કાયદાકીય કાર્યવાહી થઈ…
મહારાષ્ટ્ર સરકારને તબક્કાવાર રીતે વેક્સિન નો જથ્થો મળવાનો છે. આથી વેક્સિનેશન કાર્યક્રમ પણ તબક્કાવાર રીતે થાય તેવું લાગી રહ્યું છે. આ રાજ્ય સરકાર વિચારી રહી છે કે ૩૫થી ૪૫ વર્ષની વય જૂથના લોકો ને વેક્સિન પ્રાથમિક ધોરણે આપવામાં આવે.