ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 1 મે 2021
શનિવાર
'ઉડતા પંજાબ' અને 'કબીર સિંઘ' જેવી સુપરહિટ ફિલ્મો કરનાર શાહિદ કપૂર હવે નિર્માતા બનવા જઇ રહ્યા છે. આ માટે તેમણે નેટફ્લિક્સ સાથે ફિલ્મનો સોદો પણ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહિદે નેટફ્લિક્સ સાથે 70-80 કરોડ રુપિયાની એક ડીલ સાઈન કરી છે. જેમાં તેઓ એક માયથોલોજીકલ ફિલ્મ બનાવશે અને તેમાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવશે.
અરે વાહ શું વાત છે!! મુંબઈને યુનિસ્કો ક્રિએટિવ સીટી ફોર ફિલ્મ નો દરજ્જો મળ્યો
આ ફિલ્મ પ્રખ્યાત લેખક અમિષ ત્રિવેદીના પુસ્તક પર આધારિત હશે. અમિષ ત્રિવેદીનાં ઘણાં પુસ્તકો છે પરંતુ આ ફિલ્મ કઈ પુસ્તક પર આધારિત છે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત શાહીદ કપૂરે રાકેશ ઓમપ્રકાશ મેહરાની એક ફિલ્મ પહેલાથી સાઇન કરી ચૂક્યા છે, જેમાં શાહિદ કર્ણની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ મહાભારતમાં કર્ણની વાર્તા પર આધારિત હોવાની કહેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે શાહિદ પહેલા તો ધર્મા પ્રોડકશન સાથે ફિલ્મ યોદ્ધા કરવાની યોજનામાં હતો. પરંતુ કરણની કંપની પહેલાથી જ અટકી પડેલી આઠ ફિલ્મોની દશા જોઇને શાહિદે આ ફિલ્મ છોડીને એવી કંપની સાથે હાથ મેળવ્યા છે જેનું કામ પૈસાને કારણે અટકવાનું નથી.
રણધીર કપુરની તબિયત લથડી, હવે આઈસીયુમાં…