ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
સામાન્ય નાગરિકના કાયદાકીય રક્ષણ માટે હવે સુપ્રીમ કોર્ટ આગળ આવી છે. સુપ્રીમ કોર્ટે ભારત દેશની તમામ સરકારો ને ઉદ્દેશીને જણાવ્યું છે કે કોરોના ના સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિને તકલીફ થઈ રહી હોય અને તે વ્યક્તિ પોતાની તકલીફ અથવા સમસ્યા સોશિયલ મીડિયા અથવા અન્ય કોઈ માર્ગ નથી પ્રદર્શિત કરતી હોય તો તે વ્યક્તિ સામે કોઈપણ કાયદાકીય પગલા લેવા નહીં. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે જો આવા કોઈ વ્યક્તિની વિરોધમાં પગલાં લીધા ની કોર્ટને જાણ થઈ તો આવું પગલું એ કોર્ટની અવમાનના સમાન ગણાશે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે કોરોના સામે લડવા માટે શું નક્કર યોજના છે તેનો રોડમેપ પણ માંગ્યો છે.
કોરોના કોઈને છોડતો નથી : બિહારના ચીફ સેક્રેટરી નું કોરોના થી નિધન.