ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
ટીવીની જાણીતી અને સુંદર અભિનેત્રીઓમાંની એક સોનારિકા ભદૌરિયા ટીવી પર જેટલી સુંદર દેખાય છે તેના કરતા પણ વધારે સુંદર તે રિયલ લાઈફમાં છે. અભિનેત્રી સોનારિકા ભદોરિયા તેના બોલ્ડ ફોટોસ ને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર સોનારિકા ભદોરિયા આ જ કારણોસર ચર્ચામાં આવી છે
સોનારિકા ભદોરિયા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. અને તે અવારનવાર તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે. સોનારિકાએ સોશિયલ મીડિયા પર પોતાના ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી. તેમાં તેણે રેડ ઓફ શોલ્ડર ટોપ અને રિપ્ડ જીન્સ પહેર્યું હતું.
આ તસવીરમાં તે ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે. ફોટોમાં સોનારિકાએ કેપ્શનમાં લખ્યું હતું કે Are you lost baby boy?
સોનારિકા ભદોરિયા સ્મોલ સ્ક્રિનનાં સૌથી રોમાંચક શો 'દેવો કે દેવ મહાદેવ'માં પાર્વતીનાં પાત્રથી ઓળખ મળી હતી અને ત્યાર બાદ તે સ્ટાર બની ગઇ. આ પહેલાં સોનારિકા 'પૃથ્વી વલ્લભ- ઇતિહાસ ભી, રહસ્ય ભી' અને 'ઇશ્ક મે મરજાવાં' જેવાં શોમાં પણ કામ કરી ચૂકી છે.