ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 27 એપ્રિલ 2021.
મંગળવાર.
ગત રવિવારે રમાયેલી આઈપીએલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 69 રનથી હરાવીને પોઇન્ટ ટેબલની ટોચ પર જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં સીએસકેના કેપ્ટન એમએસ ધોની અનેક વખત પોતાના બોલર્સને સલાહ આપતા પણ જોવા મળ્યા હતા. ખાસ કરીને મેચના સ્ટાર રવિન્દ્ર જાડેજા સાથે મળીને ધોનીએ આરસીબીના બેટ્સમેનને ખુબ પરેશાન કરી દીધા હતા.
હકીકતમાં, મેચની 11મી ઓવરમાં જાડેજાએ એબી ડિવિલિયર્સને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. ક્રિઝ પર બેટીંગ કરવા માટે હર્ષલ પટેલ આવ્યો હતો. હર્ષલના ક્રિઝ પર આવતાની સાથે જ ધોનીએ જાડેજાને કહ્યું, ‘હવે હું હિન્દી નહી બોલી શકુ’ આ સંવાદ સ્ટંપ માઇકમાં કેદ થઇ ગયો અને આ વાત સાંભળીને મેદાનમાં રહેલા સુરેશ રેના અને જાડેજા પણ હસવા લાગ્યા હતા.
ધોનીએ જાડેજાને આવુ એટલા માટે કહ્યું કે જે વખતે ગ્લેન મેક્સવેલ અને એબીડિ વિલિયર્સ ક્રીઝ પર હતા તે વખતે ધોની જાડેજાને હિન્દીમાં સમજાવી રહ્યો હતો. કારણ કે, વિદેશી ખેલાડીઓ હિન્દી સમજી શકતા નથી પરંતુ હર્શલ ભારતીય ખેલાડી છે તેમને હિન્દી આવડે છે. માટે ધોનીએ હિન્દીમાં વાત કરવાથી ઇનકાર કરી દીધો હતો.
લોક માંગણીનો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો સ્વીકાર, હવે સીબીએસસી શિક્ષણ નર્સરી થી શરૂ થશે
આપને જણાવી દઈએ કે આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ વોશિંગ્ટન સુંદર, ગ્લેન મેક્સવેલ અને એબીડી વિલિયર્સને આઉટ કર્યા હતા. જાડેજાએ શરૂઆતમાં 28 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 62 રન બનાવ્યા, જે ટી 20 માં તેનો સર્વોચ્ચ સ્કોર છે. હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં જાડેજાએ એક ચોગો અને પાંચ સિક્સર ફટકારી હતી.