ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
મુંબઈ અને મહારાષ્ટ્રને ઓક્સિજન પૂરો પાડવા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મેદાને પડયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી પોતે જામનગરની ફેક્ટરીમાં જઇ પહોંચ્યા છે. તેમણે પોતાના વ્યસ્તતમ કામ માટે સમય કાઢ્યો છે. જામનગરની ફેક્ટરીમાં ૧૦૦ ટન જેટલા ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું હતું. જે હાલ વધારીને 700 ટન સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં ઉત્પાદન ૧૧૦૦ ટન સુધી પહોંચી જશે.
ઉલ્લેખનીય છે કે ચોવીસ કલાક પહેલાં જ જામનગર થી ત્રણ ઓક્સિજનના ટેન્કર રેલવેના માધ્યમથી મહારાષ્ટ્ર આવી પહોંચ્યા હતા. જેને કારણે મહારાષ્ટ્રની મેડિકલ સિસ્ટમને તમને આધાર મળ્યો હતો. હવે મુકેશ ભાઈ પોતે સમગ્ર પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે અને વધુમાં વધુ કેટલી મદદ કરી શકાય તે સંદર્ભે કાર્યરત છે.
મુંબઈ મહાનગરપાલિકા પાણી માં બેસી ગયું, યુવાનોને પહેલી મે પછી વેક્સીન આપવા માટે જરૂરી ડોઝ નથી…