ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
સોમવાર.
કોરોના મહામારી સામે લડવા અને સહાય મેળવવા માટે મુંબઇ પોલીસે સામાન્ય નાગરિકોને વિશેષ પોલીસ અધિકારી તરીકે નિયુક્ત કરીને સશક્તિકરણ કરવાનું શરૂ કર્યું છે.
મુંબઈ પોલીસ વિભાગે અત્યાર સુધીમાં 1100 નાગરિકોની વિશેષ પોલીસ અધિકારીઓ તરીકેની નિયુક્ત કર્યા છે. જે રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવતા કોવિડ -19 માર્ગદર્શિકાનું પાલન કરવામાં લોકોને મદદ કરશે.
મુંબઈ પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ, 'કન્ટેન્મેન્ટ ઝોન અને સીલ બંધ ઇમારતોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવામાં વિશેષ પોલીસ અધિકારીઓ અમારી મદદ કરશે. તે ઉપરાંત તેઓ તેમને સોંપવામાં આવેલા વિસ્તારોના લોકોને કરિયાણા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવામાં પણ મદદ કરશે. જોકે આ વિશેષ પોલીસ અધિકારીઓની સેવા સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે.'તેઓ વધુમાં જણાવે છે કે મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ 1951 ની કલમ 21 (1) (2) (B) હેઠળ નાગરિકોને તેમની સેવાના સમયગાળાનો ઉલ્લેખ કરીને નિમણૂક નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. કોઈ વિશેષ પોલીસ અધિકારી દ્વારા સત્તાનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે નાગરિકોના ઇતિહાસની તપાસ પણ કરી રહ્યા છીએ. જો કોઈ વ્યક્તિ સામે કોઈ કેસ નોંધાય તો તેને જવાબદારી સોંપવામાં આવશે નહી. મુંબઈ પોલીસે પહેલાથી જ 800થી વધુ કોન્સ્ટેબલની નિમણૂક કન્ટેન્મેન્ટ ઝોન ની સુરક્ષા માટે કરે છે લોકો તેમના રહેણાંક વિસ્તારની બહાર ન નીકળે તે સુનિશ્ચિત કરવા માટે તેમને સીલ બંધ મકાનોની બહાર પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
એલપીજી ગેસ બુકિંગ પદ્ધતિ હવે થશે બધું સરળ રીતે.. જાણો વિગત..
એક વરિષ્ઠ આઇપીએસ ઓફિસર ના જણાવ્યા મુજબ,"અસાધારણ સંજોગોમાં અમને નાગરિકોને વિશેષ પોલીસ અધિકારી તરીકે નિયુક્ત કરવાની છૂટ છે અને હાલમાં અમે એવા તબક્કે પહોંચી ગયા છીએ કે જ્યાં અમને આવી વધારાની સહાયની જરૂર છે."પોલીસના ઝોનલ ડેપ્યુટી કમિશનરને નિમણૂક પત્ર આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે.