ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર
સંગીતકાર નદીમ અને શ્રવણની જોડીના શ્રવણ કુમાર રાઠોડ ને કોરોના શી રીતે થયો? આ સંદર્ભે નું રહસ્ય હવે ખુલતું જાય છે. હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ હોવાને કારણે કોઈપણ પ્રકારની એક્ટિવિટીમાં તેઓ ભાગ નહોતા લઈ રહ્યા. એમ છતાં તેમને કોરોના કઈ રીતે થયો તે સંદર્ભે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો ચર્ચા કરી રહ્યા છે. હવે આ સંદર્ભે એક નવી માહિતી બહાર આવી છે. મળતી માહિતી મુજબ તેઓ થોડા દિવસ અગાઉ પોતાની પત્ની સાથે કુંભ મેળામાં ગયા હતા. ત્યારબાદ તેમના આખા પરિવાર ને કોરોના થયો. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે શ્રવણ કુમાર રાઠોડ ના પત્ની, તેમનો પુત્ર અને તેમનો ભાઈ આ ત્રણેયને કોરોના છે અને બધા હોસ્પિટલમાં એડમિટ છે.
આથી એવી શંકા સેવવામાં આવી રહી છે કે કુંભ મેળામાં ભાગ લેવાને કારણે તેમને કોરોના થયો અને તેમનું મૃત્યુ થયું.
જ્યાં લોકો પોલીસનું નથી માનતા ત્યાં હવે ડંડા ચાલશે. પોલીસ સ્ટેશનોમાં સ્પેશિયલ ફોર્સ ગોઠવવામાં આવી.
