ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
કોરોનાનું સંકટ માથે તોળાતા મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં આંશિક lockdown લાગુ કર્યું છે. જોકે જરૂરી સેવાઓ માટે થોડીક છૂટછાટ આપી છે. મહારાષ્ટ્ર પોલીસે આ નિર્બંધના સમયમાં એક પ્રવાસીઓ માટે e-pass સીસ્ટમ ફરીથી જાહેર કરી છે.
આ કટોકટીના સમયમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તેવા વ્યક્તિઓએ e-pass કઢાવવો ખૂબ જ આવશ્યક છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જે પણ કોઈ વ્યક્તિ પાસે ઇન્ટરનેટની સુવિધા ન હોય તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને આ e-pass કઢાવી શકે છે. e-pass ઈચ્છુક વ્યક્તિએ તેની વિગત સાથે જ મુસાફરી માટેની સવિસ્તાર માહિતી ફૉમમા ભરીને પોલીસ સ્ટેશનમાં આપવી પડશે. ત્યારબાદ જ તેનો ટ્રાવેલ પાસ ઈશ્યુ થશે.
એક્ટર અર્જુન રામપાલ 5 દિવસમાં કોરોનામુક્ત થયો. જલદી સાજા થવા પાછળ આ કારણ આપ્યું.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પોલીસ ની વેબસાઈટ Covid-19.mhpolice.in પર જઈને પણ તમે e-pass માટેની અરજી કરી શકો છો.