ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર
'બોલ બચ્ચન, અમિતાભ બચ્ચન' જેવા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી એ અસંવેદનશીલ નિવેદન આપીને લોકોના દિલ દુખાવ્યા છે. વીરારની હોસ્પિટલમાં લાગેલી આગને કારણે તેર લોકોના મૃત્યુ થયા છે. આ પ્રસંગે જ્યારે મીડિયા વાળાઓએ સ્વાસ્થ્ય મંત્રી ને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે 'આ કંઈ રાષ્ટ્રીય ઘટના નથી.'

તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આજની ઘટના સંદર્ભે તપાસ થઇ રહી છે અને જે લોકો ના મૃત્યુ થયા છે તેમને સહાય પૂરી પાડવામાં આવશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે આ કોઈ રાષ્ટ્રીય ઘટના નથી.
રાજેશ ટોપેના આ નિવેદનને કારણે રાજનૈતિક હંગામો થયો છે. ઉલ્લેખનીય છે કે બોલ બચ્ચન જેવા રાજેશ ટોપે એ 24 કલાક પહેલા નિવેદન આપ્યું હતું કે અમે ઑક્સિજન મેળવવા માટે કેન્દ્ર સરકારના પગે પડવા તૈયાર છીએ.
એક તરફ મહારાષ્ટ્રમાં લોકોની હાલાકી વધી રહી છે ત્યારે મંત્રી મહોદય નો વાણીવિલાસ દાઝ્યા પર ડામ જેવો છે.