ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે અત્યારે ગરજુ લોકો માટે મફતમાં શિવ ભોજન થાળી ની જાહેરાત કરી છે. જે મુજબ મહારાષ્ટ્રમાં રોજ પાંચ લાખથી વધુ લોકોને મફતમાં ખાવાનું આપવામાં આવે છે. જોકે આ ખાવાનું મેળવવા માટે આવેલી એક મહિલાને ભોજનની જગ્યાએ થપ્પડ મળી.
આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડિયો સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે થપ્પડ મારનાર બીજા કોઈ નહીં પરંતુ શાસક પક્ષના કાર્યકર્તા છે. નાનીમોટી વાતમાં મુંબઈ અને મહારાષ્ટ્ર પોલીસ લોકો પર કડક કાર્યવાહી કરતી હોય છે. પરંતુ આ કેસમાં પોલીસ મહેરબાન છે અને અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
જુઓ વિડિયો…
નાંદેડમાં શિવ ભોજન કરવા આવેલી મહિલાને ભોજન નહીં પણ થપ્પડ મળી, વિડીયો વાયરલ થયો..#Maharashtra #nanded #shivbhojan
#ViralVideo pic.twitter.com/W63Pd4XnIt— news continuous (@NewsContinuous) April 23, 2021
