304
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૧ એપ્રિલ 2021
બુધવાર
ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશંસકોએ એક વિચિત્ર આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ અનુસાર ૪૫ વર્ષથી ઉપરના લોકોએ 30 એપ્રિલ સુધીમાં ફરજિયાત પણે રસી લેવાની રહેશે. આવું ન કરનાર વ્યક્તિ ની વિરુદ્ધમાં પગલાં લેવાની મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારી દર્શાવી છે. આ સંદર્ભે હો એક મેસેજ પાલિકાના પ્રશાસન દ્વારા ફેસબુક ઉપર જાહેર કરવામાં આવ્યો હતો. વેક્સીન ન લેનાર ની વિરુદ્ધમાં પગલા રૂપે તેમણે કહ્યું હતું કે જે લોકો વેક્સિન નહીં અને તેમની દુકાન નહીં ખોલવા દેવામાં આવે. આ ઉપરાંત પ્રતિબંધાત્મક પહેલા પણ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલાં સ્પષ્ટ કર્યું છે કે રસી લેવી ફરજિયાત નથી. પરંતુ હવે સ્થાનિક પ્રશાસન આ સંદર્ભે કડક વલણ અખત્યાર કરી રહ્યું છે.
You Might Be Interested In