ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
‘ફોર મોર શોટ્સ પ્લીઝ' જેવી બોલ્ડ વેબ સિરીઝમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કીર્તિ કુલ્હારી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તે પોતાની પર્સનલ લાઈફ થી લઈ પ્રોફેશનલ લાઈફના કિસ્સાઓ શેર કરતી રહે છે.
કીર્તિ કુલ્હારી એ તાજેતરમાં કેટલીક ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં તેણે ડિઝાઈનર ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો છે.
કીર્તિને બેડમિંટનમાં પણ મહારથ હાંસલ છે તે બહુ ઓછા લોકો જાણે છે. તે ફિલ્મોમાં આવતા પહેલા નેશનલ રમી ચૂકી છે અને ત્રણવાર ચેમ્પિયન પણ રહી ચૂકી છે.
વરકફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેત્રીએ ટીવીમાં કામ કર્યા બાદ બૉલીવુડમાં ખિચડી મૂવીથી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તે વર્ષ 2011માં આવેલ શૈતાન ફિલ્મથી નોટિસ થઈ. પછી તે કેટલીય ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.