દિલ્હી પછી આ બીજા રાજ્યમાં આવ્યુ lockdown. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

સોમવાર

દિલ્હી સરકારે લોકડાઉન ની જાહેરાત કર્યા પછી હવે વધુ એક રાજ્ય સરકારે પોતાના રાજ્યમાં  લોકડાઉન જેવા કડક નિર્બંધ લાગુ કર્યા છે. રાજસ્થાન સરકારે જન અનુશાસન પખવાડિયું જાહેર કર્યું છે. આ પખવાડિયા દરમિયાન તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. આ ઉપરાંત તમામ સિનેમાઘર અને મોટા બજારો બંધ રહેશે. જોકે કન્સ્ટ્રક્શનની એક્ટિવિટીને પરવાનગી આપવામાં આવી છે.

કેબિનેટની મીટિંગ બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી કે કોરોનાનો વધતો પ્રભાવ રોકવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ઉપરાંત લોકોને કોરોના થી બચાવવા માટે કડક પગલાં રૂપે આ નિયમો લદાયા છે.

આમ વધુ એક બિન ભાજપ રાજ્ય લોકડાઉન ભણી આગળ વધ્યું છે.

મહારાષ્ટ્ર સરકારનું નાક કપાયું. હાઈકોર્ટનો આદેશ આવ્યો, કહ્યું નાગપુર ને તત્કાળ દસ હજાર રેમડેસિવર આપો.
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More