ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 19 એપ્રિલ 2021.
સોમવાર.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે કલકત્તામાં ચૂંટણી પ્રચાર નહીં કરે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના એક લીડરે ટ્વીટ્ દ્વારા આ માહિતી આપી હતી.
રાજ્યમાં વધતાં કોરોના કેસ વચ્ચે 26 એપ્રિલે શહેરમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ટીએમસી સુપ્રીમો ફક્ત એક 'સિમ્બોલિક' મીટીંગ કરશે. તે ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં મમતા બેનર્જી દ્વારા લેવામાં આવતી તમામ ચૂંટણી રેલીઓ 30 મિનિટ થી વધુની નહિ હોય. રાજ્યના તમામ જિલ્લાઓમાં તેમની ચુંટણી રેલીઓ માટે સમય ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરુવારે સીએમ બેનર્જીએ ચૂંટણીપંચને અપીલ કરી હતી કે, બંગાળની ચૂંટણીના બાકીના ત્રણ તબક્કાઓને એક જ સમયમાં કરો જેથી સામાન્ય જનતાને કોવિડના સંપર્કમાં આવતા બચાવી શકાય. જોકે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને લખેલા પત્રમાં આ સૂચનનો વિરોધ કર્યો હતો ભાજપે કહ્યું કે, તમામ ઉમેદવારો માટે મેદાન સુનિશ્ચિત કરવા માટે મુળ =શિડયુઅલ મુજબ ચૂંટણી થવી જોઈએ.
Breaking News : બે દિવસમાં મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લાગે તેવી શક્યતા. મંત્રીનું નિવેદન.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના બાકીના ત્રણ તબક્કાઓ અનુક્રમે 22 એપ્રિલ 26 એપ્રિલ ને 29 એપ્રિલના રોજ નિર્ધારિત કર્યા છે. જ્યારે બીજી મેના રોજ મતગણતરી કરવામાં આવશે.