ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 19 એપ્રિલ 2021.
સોમવાર.
ટીવીની મશહૂર અભિનેત્રી રિધિમા પંડિત તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં છે. તેની તાજેતરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
જણાવી દઈએ કે, રિધિમા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અહીં તેની નવીનતમ તસવીરો શેર કરતી રહે છે.
તાજેતરમાં, રિધિમાએ તેના કેટલાક બોલ્ડ ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમા તેણે બ્લેક સ્વિમસૂટ પહેર્યું છે. આ તસ્વીરોમાં રિધિમા બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે
જોકે, આ પહેલીવાર નથી જ્યારે રિધિમા પંડિતે તેની બોલ્ડ તસવીરો શેર કરી છે, તે પહેલાં પણ તે ઘણી વખત પોતાના બોલ્ડ ફોટા શેર કરીને હેડલાઇન્સ રહી ચુકી છે.
બહુ હમારી રજનીકાંત, ખતરો કે ખિલાડી, ધ ડ્રામા કંપની જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કરીને રિધિમા પંડિત ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ થઇ છે.