ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માર્વે ભાગ, સેવા વિભાગ વ્દારા તા. ૧૮ એપ્રિલ ૨૦૨૧ રવિવાર ના રોજ કાંદિવલીસ્થિત ઓક્સફર્ડ પબ્લિક સ્કૂલ, સેક્ટર ૫, ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાંઆવ્યું હતું. કુલ ૧૮૮ રક્તદાતાઓએ આ શિબિરમાં રક્તદાન કર્યું હતું.
કોરોનાના આ કઠિન કાળમાં કે જ્યારે લોકો બહાર આવવા ગભરાય છે તેમ છતાં આ મુશ્કિલ સમયમાં આટલું રક્તદાન થયું છે જે ખરેખર સરાહનીય છે.
આ રક્તદાન શિબિર સફળ બનાવવા માટે રાષ્ટ્રય સ્વયંસેવક સંઘ, ચારકોપ કલ્ચરલ એન્ડ સ્પોર્ટસ ફાઉન્ડેશન, શ્રી પિપા ક્ષત્રિય સમાજ શિક્ષણ ફાઉન્ડેશન મુંબઈ, આર્ટ ઓફ લિવિંગ, પતંજલિ યોગ સંસ્થા, જિજાઉ પ્રતિષ્ઠાન વગેરે સેવાસંસ્થા કે કાર્યકર્તાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કર્યું હતું.
લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમ ને કારણે લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા સૌથી નીચલા સ્તરે પહોંચી.