ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન ટીમ હવે મુંબઈથી દિલ્હી માટે રવાના થઈ ગઈ છે. પોતાની તપાસ માટે આ ટીમે અનિલ દેશમુખની કડક પૂછપરછ કરી છે. આ પૂછપરછ આઠ કલાકથી વધુ સમય સુધી ચાલી છે. આ ઉપરાંત અનિલ દેશમુખના બે વ્યક્તિગત સહાયકોની પણ પૂછપરછ થઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પૂછપરછમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ના હાથે ઘણી વસ્તુઓ આવી છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ મુજબ 20 એપ્રિલ સુધીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ પોતાનો રિપોર્ટ હાઇકોર્ટમાં સોંપવાનો છે. આથી સીબીઆઇની ટીમ હવે દિલ્હી ચાલી ગઈ છે અને ચોવીસ કલાક પછી પોતાનો રિપોર્ટ બોમ્બે હાઇકોર્ટમાં જમા કરશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે અનિલ દેશમુખના ફરતે ગાળિયો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. રિપોર્ટ વધુ તપાસની માગણી કરવામાં આવશે અને આ રીતે અનિલ દેશમુખ બરાબરના ફસાશે.
આજથી વગર કારણે બહાર નીકળવાવાળાઓ નું આવી બન્યું : પોલીસ સખત કાર્યવાહી માટે તૈયાર