ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 17 એપ્રિલ 2021.
શનિવાર.
કોરોનાવાયરસ ચેપના મામલામાં દેશમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. મુંબઈ, પુના, થાણે, નાગપુર અને ઊસમાનાબાદ માં કોરોના ના કેસ નો રાફડો ફાટયો છે.
વાયરસનાં વધતાં જતા કેસો વચ્ચે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભમાં અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે,જે લોકો કુંભ મેળામાંથી પરત ફરી રહ્યા છે તેઓ પ્રસાદમાં કોરોના નું વિતરણ કરશે.
મોટી સંખ્યામાં લોકો કુંભમાં સ્નાન કરવા ગયા હતા જે હવે પોતપોતાના રાજયોમાં પરત ફરી રહ્યા છે. આવા લોકો અન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. 'આ દરેકને તેમના ખર્ચ પર અલગ રાખવા જોઇએ.'એવું મુંબઈના મેયરે સૂચન કર્યું છે. જોકે મેયરે દાવો કર્યો છે કે મુંબઈમાં ૯૫ ટકા લોકો કોરોનાવાયરસ ના નિયમોનું પાલન કરી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કુંભના મેળામાં ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે,'હાલ ચાલી રહેલા કુંભમેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓ જ્યારે ગુજરાત આવે ત્યારે તેમને તેમના ગામમાં સીધો પ્રવેશ આપવામાં નહીં આવે. આવા યાત્રિકો સુપર સ્પ્રેડર ના બને તેની પણ તકેદારી રાખવામાં આવશે.' કુંભમેળા માંથી પરત આવનારનો RTPCR ટેસ્ટ ફરજીયાત કર્યો છે, એટલું જ નહીં આ લોકોને ફરજિયાતપણે હોમ આઇસોલેશન કરવામાં આવશે.
મુંબઈમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંક વધારે. જાણો નવા આંકડા અહીં
ઉલ્લેખનીય છે કે,કુંભ થી સુરત શહેરમાં આવેલા ૧૩ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ નીકળ્યા બાદ હાહાકાર મચી ગયો હતો.