ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 17 એપ્રિલ 2021.
શનિવાર .
કોરોનાની બીજી લહેરે સંપૂર્ણ હિન્દુસ્તાનમાં ચિંતાની પરિસ્થિતિ નિર્માણ કરી દીધી છે. કોરોનાને નાથવા માટે વેક્સીનેશન નું કામ પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. પરંતુ આ વેક્સીન સામાન્ય જાણતા સુધી વહેલામાં વહેલી પહોંચી શકે એ માટે ઓડિશાના મુખ્ય મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને માંગણી કરી છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં વેક્સિનને બજારમાં વેચવા મુકવા માટેની માંગણી કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, કોરોનાની વેક્સીન બજારમાં વેચાતી થાય તો જેમને પરવડે તેઓ બજારમાંથી લઈ શકે જેથી કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને રસી આપવાના કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે. જોકે ઓડિશાના મુખ્યમંત્રી એ આ સિવાય બીજી ત્રણ માંગણીઓ કરી હતી.
શું તમને ખબર છે આજે ૬૦ ટકા દેશ પૂરી રીતે બંધ છે? જાણો આખા દેશ માં આજે કઈ કઈ જગ્યાએ લોકડાઉન ચાલુ છે.