ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 17 એપ્રિલ 2021.
શનિવાર.
પોપ્યુલર ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ લૂક વાળા ફોટોગ્રાફ્સ શેર કરતી રહે છે.
ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેનો હોટલૂક જોવા મળી રહ્યો છે. આ ફોટોશૂટમાં રશ્મિ દેસાઈએ બ્લેક નેટવાળું ટોપ અને શોર્ટ્સ પહેર્યા છે.
રશ્મિ દેસાઈ કૈપ્શનમાં લખ્યું છેકે, તાકાત એફર્ટલેસ પણ હોઈ શકે છે. સાથે જ તેણે લખ્યું છેકે, આઈ કૈંડી ન બનો બલ્કે સોલ ફૂડ બનો.
રશ્મિ દેસાઈ આજકાલ તેના ડિજિટલ ડેબ્યુને લઈને ચર્ચામાં છે અને તે હવે એક્ટર તનુજ વિરવાનીની સાથે વેબ સિરીઝ 'તંદૂર'માં જોવા મળશે. રશ્મિ દેસાઈ હવે ટીવીની દુનિયામાંથી બહાર આવીને કશું અલગ કરવા માગે છે.
રશ્મિ દેસાઈ બિગ બોસ 13નો ભાગ રહી ચૂકી છે. ત્યાર બાદ તે બિગ બોસ સિઝન 14માં એકવાર વિકાસ ગુપ્તાને સપોર્ટ કરવા આવી હતી.