ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,17 એપ્રિલ 2021.
શનિવાર.
દેશમાં કોરોનાનું સંકટ વધારે ઘેરું બનતું જાય છે. ત્યારે તેની બીજી લહેર વધારે ઘાતક પુરવાર થઇ રહી છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભને પ્રતીકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી હતી. આ સાથે પીએમ મોદી એ બધા સાધુ-સંતોની સ્વાસ્થ્ય અંગે જાણકારી પણ મેળવી હતી.
વડાપ્રધાન મોદીએ આજે ટ્વિટ કરીને માહિતી આપી કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે ફોન પર વાત કરી છે. દરેક સંત ના સ્વાસ્થ્ય ની માહિતી લીધી છે. વડાપ્રધાને આગળ કહ્યું હતું કે મેં આચાર્ય ને વિનંતી કરી છે કે બે શાહી સ્નાન થઈ ગયાં છે, તેથી હવે કુંભને કોરોના સંકટમાં પ્રતીકાત્મક જ રાખવામાં આવે. એનાથી સંકટ સામે લડાઈ લડવામાં તાકાત મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાન ક્ષેત્ર વારાણસીમાં કોરોના ના નામે લોકો પાસે થી ઉઘાડી લૂંટ.
વડાપ્રધાનના ટ્વિટ પર જવાબ આપતાં મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિએ પણ ટ્વિટ દ્વારા પ્રધાનમંત્રી નો આભાર માનતા જણાવ્યું કે, માનનીય વડાપ્રધાનજીની અપીલનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને બીજાના જીવની રક્ષા કરવી ખૂબ મહત્ત્વની છે. મારો ધર્મપરાયણ જનતાને આગ્રહ છે કે કોવિડ ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને એના નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે.