ન્યુઝ Citibankકંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
હાલમાં રિલીઝ થયેલી હર્ષદ મહેતા ની સુપરહિટ વેબ સીરીઝ સ્કેમ 1992 માં સીટી બેન્કનું નામ લેવાયુ છે. આ બેંક ઘણા વર્ષોથી ભારતમાં કાર્યરત છે. જોકે હવે આ અંગે નિર્ણય કર્યો છે કે તે ભારતમાંથી પોતાનો રિટેલ બેન્કિંગ વ્યવસાય બંધ કરશે. માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના 13 દેશોમાંથી તેણે પોતાનો ધંધો બંધ કરવાનું નક્કી કર્યું છે. વાત એમ છે કે ભારતના બજારમાં સીટી બેન્ક નો હિસ્સો દોઢ ટકા જેટલો છે. ભારત જેવા મોટા માર્કેટમાં આ બિઝનેસને નાનો ન કહેવાય. પરંતુ બેંકે નક્કી કર્યું છે કે હવે તે આ બિઝનેસને બંધ કરી નાખશે. હવે તમામ વ્યવસાયિકો ની નજર એ વાત ઉપર છે કે આ બિઝનેસ કોના હાથમાં જાય છે.
બહુ જલદી દેશ માં ખુલશે 8 નવી બેંક, આ હશે તેમના નામ..