ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
ઉદ્ધવ સરકારને કોઈની સાથે ફાવતું નથી. બેલગામ ના મુદ્દે કર્ણાટક સાથે ઝઘડો કર્યો હવે ગુજરાત સાથે બોર્ડર વિવાદ પેદા થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ સાથે પહેલેથી જ સંબંધ ખરાબ છે. આમ તમામ પાડોશીઓ સાથે ઝગડા કરનાર એવી મોજુદા સરકારે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ગામડાઓનો સર્વે કરવાનો નિર્ણય કર્યો છે. આ સર્વે માટે વલસાડની કલેકટર કચેરીએ પણ પરવાનગી આપી દીધી છે. વાત એમ છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની સીમા પર વેવજી, ગીર ગાવ, ગીમાણીયા, જાઇ, સંભા અને ઉચ્છાડ આ તમામ ગ્રામ પંચાયતમાં સરહદ મામલે વાદવિવાદ થયો. અમુક લોકોનું કહેવું છે કે આ ગામની હદમાં અમુક સરવેનંબર એવા છે જે ગુજરાતના સર્વેમાં પણ દેખાડવામાં આવે છે. આથી આ જમીનના મહેસૂલ પ્રશ્નો નિર્માણ થવા માંડયા છે.
આખરે આ સમગ્ર મામલે બન્ને રાજ્યનાં કલેક્ટરો વચ્ચે ચર્ચા થઈ અને ગામડાઓના ફરી એક વખત સર્વે કરવાનો નિર્ણય થયો.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ થયેલ આજે અનેક દશક થઈ ગયા છે. તેમ છતાંય આવા મુદ્દાઓ ટેબલ પર આવે છે એ શરમજનક કહેવાય.