ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
ભારતમાં માત્ર એક દિવસમાં બે લાખ જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત લોકોનો રિકવરી દર પણ ૮૯ ટકા જેટલો થઈ ગયો છે.
આ તબક્કે એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી ચાર સપ્તાહ સુધી ભારતમાં પરિસ્થિતિ કાબૂમાં નહીં રહે. ઇન્ડિયા ટુડે ના એનાલિસિસ માં કહેવામાં આવ્યું છે કે શક્ય છે કે આવનાર દિવસોમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા દૈનિક ચાર લાખ સુધી પહોંચી શકે.
અરે વાહ!! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં એક હજારથી વધુ કોરોના ના દર્દીઓ સાજા થયા…
એવી શક્યતા વધારવામાં આવી રહી છે કે દૈનિક ૩ હજાર લોકોના મૃત્યુ પણ થાય. સ્વાસ્થ્ય વિભાગ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે ભારત દેશમાં કોરોના ની બીજી લહેર વધુ ઘાતક અને ખતરનાક છે. અનેક રાજ્યોમાં લોકડાઉન મૂકવામાં આવ્યું છે. જેનો અસર 15 દિવસ પછી દેખાશે. આ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધશે એ વાત નક્કી છે.