ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
મુંબઈ શહેરમાં આજની તારીખમાં રેમડેસિવિર ઇન્જેક્શન ની જોરદાર માંગણી છે. અનેક દર્દીઓ એવા છે કે જેમની પાસે આ દવા નથી પહોંચી શકી. મુંબઈ મહાનગરપાલિકા હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરી આપે છે પરંતુ રેમડેસિવિર ઇન્જેક્શન ની વ્યવસ્થા નથી થઈ શકતી. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરમાં એક વિચિત્ર દાખલો સામે આવ્યો છે.
બાંદરા પૂર્વ ના ધારાસભ્ય ઝીશાન તરફથી અનેક લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન ના ડોઝ આપવાની વ્યવસ્થા થઈ રહી છે.
અનેક લોકોએ સોશિયલ મીડિયા પર રેમડેસિવર ના ડોઝ સાથે પોતાનો ફોટોગ્રાફ પાડીને ઝીશાન નો આભાર માનતો ફોટોગ્રાફ પણ પોસ્ટ કર્યો છે.
જોકે ધારાસભ્યના આ કામ પર સમાજ સેવક અને જાણીતા આરટીઆઇ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને સરકાર પાસે માંગણી કરી છે કે જ્યારે એક તરફ લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળી શકતા ત્યારે બીજી તરફ આ ઇન્જેક્શન ધારાસભ્ય પાસે આવ્યા ક્યાંથી? આ પુરા મામલાની તપાસ કરવી જોઈએ.
તેલ કંપનીઓએ 15 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા, જાણો આજના નવા રેટ