ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ ૨૦૨૧
મંગળવાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર રાજ્ય ને સંબોધિત કરતા મહારાષ્ટ્રમાં સંપૂર્ણ કરફ્ર્યું ની ઘોષણા કરી. તેમણે અનેક પ્રકારના નિબંધો પણ લાવ્યા છે જે નીચે મુજબ છે.
૧. મહારાષ્ટ્રમાં કરફ્યૂ લાગુ થયો. આવતીકાલે સાંજે ૮ વાગ્યા થી લાગુ થશે. એટલે કે દિવસ હોય કે રાત્રીના પણ લોકો ઘરની બહાર નહીં નીકળી શકે.
૨. સાર્વજનિક વાહનો ચાલશે પરંતુ તેમાં માત્ર અત્યાવશ્યક સેવા પ્રદાન કરનાર પ્રવાસ કરી શકશે.
૩. બેંકો ચાલુ રહેશે, પેટ્રોલ પંપ ચાલુ રહેશે, મેડિકલ ની દુકાનો તેમજ મહત્વપૂર્ણ કામ કરનાર તમામ સેવાઓ ચાલુ રહેશે.
૪. બાંધકામ ક્ષેત્રે કામકાજ થઈ શકશે પરંતુ કામદારોને માત્ર તે જગ્યાએ નિવાસ આપવો પડશે જ્યાં બાંધકામની ગતિવિધિ ચાલી રહી છે.
૫. હોટલ અને રેસ્ટોરન્ટમાં હોમ ડિલિવરી ચાલુ રહેશે. રસ્તા ના ફેરીયાઓ ને ટેક અવે સેવા આપી શકાશે.
આની સાથે રાજ્ય સરકારે અનેક સુવિધાઓ પણ જાહેર કરી છે જે નીચે મુજબ છે.
૧.. ગરીબી રેખાની નીચે રહેલા લોકોને ૩ કીલો ઘઉં અને ૨ કીલો ચોખા મફત અપાશે.
૨. મહારાષ્ટ્ર રાજ્યમાં શિવભોજન મફત મળશે. રોજના ૨ લાખ લોકો ને મફત ખોરાક અપાશે.
૩. ૩૫ લાખ નિરાધાર લોકો ને પ્રતિ માસ ૧૦૦૦ રુપીયા અપાશે.
૪.. જે કામદારો સરકાર સાથે રજીસ્ટર છે તેમને પ્રતિમા ૧૫૦૦ રૂપિયા અપાશે.
૫. લોકોના ઘર કામ કરી રહેલી મહિલા તેમજ પુરુષોને કે જેઓ સરકાર સાથે રજિસ્ટર્ડ છે તેમને આર્થિક સહાય આપવામાં આવશે.
૬. જે ફેરિયાઓ સરકાર સાથે રજીસ્ટર છે એટલે કે અધિકૃત ફેરીયાઓ ને 1500 રૂપિયા આપવામાં આવશે. આ લોકોની સંખ્યા પાંચ લાખ જેટલી છે.
૭. પરવાના ધારક રીક્ષા માલિકોને રૂપિયા ૧૫૦૦ આપવામાં આવશે.
૧૨. કોરોના માટે ૩૩૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
૧૩. કોરોના સામેની લડાઇ માટે કુલ ૫૪૦૦ કરોડ કુલ ખર્ચ થશે.
